બેલા-પીપળી રોડ પર ટ્રાફિકજામમાં દરરોજ અટવાતા હજારો વાહનચાલકો

- text


સેંકડો માનવ કલાકો અને મોંઘા ઇંધણનો વ્યાપક વ્યય 

મોરબી : વધતી વાહનોની સંખ્યા સામે રોડ-રસ્તાની પ્રાથમિક સુવિધામાં વધારો ન થવાથી મોરબી શહેર અને શહેરને જોડતા બાયપાસ પર ટ્રાફિકજામની સમસ્યા હવે વિકરાળરૂપ લઈ રહી છે.

શહેરના વિકાસની સાથોસાથ માળખાગત સુવિધા ન વધે ત્યારે વિકાસ દુવિધા ઉભી કરતો હોય છે. મોરબી શહેરની હાલત અત્યારે બિલકુલ આ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. એક તરફ વરસાદી સીઝનમાં મોરબી શહેર સહિત જિલ્લાના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે બેલા-પીપળી રોડ પર પિક અવર્સમાં ટ્રાફિકજામની વિકરાળ સમસ્યા રોજિંદી બની છે. સવારે કામ-ધંધે જતા લોકો રોજની આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે.

- text

ટ્રાફિકમાં અટવાયેલા સેંકડો નાના મોટા વહાનોમાં સેંકડો લીટર પેટ્રોલ-ડીઝલનો થતો વેડફાટ લોકોને ભારે પડી રહ્યો છે, તો આના કારણે પ્રદુષણ પણ વધતું હોય લોકોમાં શ્વાચ્છોશ્વાસની બીમારી સર્જાવવાનો ભય પણ મંડરાઈ રહ્યો છે. ખરાબ માર્ગને કારણે ટ્રાફિક આમપણ ધીમો ચાલતો હોય છે ત્યારે આ માર્ગ પર ટ્રાફિક નિયમન માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સમયસર કામના સ્થળે પહોંચવાની લ્હાયમાં વાહનચાલકોમાં અંધાધૂંધી સર્જાતી હોવાના દ્રશ્યો રોજિંદા બન્યા છે. ત્યારે સત્વરે ટ્રાફિકજામની આ ગંભીર સમસ્યાનો નિવેડો આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text