મોરબી શહેરમાં કોરોનાના સઘન સર્વેની કામગીરી માટે 250થી વધુ ટીમોની રચના કરાઈ

- text


સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા ઘરે-ઘરે જઈને ટેમ્પરેચર ગન અને ઓક્સીમીટરથી ચકાસણી શરૂ કરાઇ

મોરબી : મોરબી શહેરમાં કોરોનાએ આડો આંક વાળી દીધો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે મોરબી શહેરમાં કોરોનાનો કહેર અટકાવવા માટે તંત્ર દ્વારા સઘન પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં કોરોનાનું નિયત્રણ કરવા માટે મોટાભાગના વિભાગને આવરી 250થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે અને ઘરે-ઘરે જઈને કોરોનાનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોરબીમાં લોકડાઉન દરમિયાન અંકુશમાં રહેલો કોરોના લોકડાઉન ખુલ્યા બાદ બેકાબુ બન્યો છે. ખાસ કરીને જ્યાંરથી અનલોક અમલમાં આવ્યું છે, ત્યારથી કોરોનના સંકર્મીતો ખૂબ જ વધી રહ્યા છે. તેમાય સમગ્ર મોરબી જિલ્લા મોરબી શહેર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જિલ્લામાં સૌથી વધુ દરરોજ મોરબી શહેરમાં કોરોના કેસ નોંધાઇ છે. છેલ્લા બે મહિનાથી દરરોજ સરેરાશ 20થી વધુ કેસ નોંધાતા હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે. આથી, મોરબીમાં કોરોનાનો કહેર અટકાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સર્વેની કામગીરીમાં મોટાભાગના સરકારી વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી કચેરી, ઘેટાં-બકરા ઉછેર કેન્દ્ર, એલ. ઇ. કોલેજ, લેબર ઓફીસ સહિતના વિભાગોની 250 થી વધુ ટીમો બનાવવામાં આવી છે. એક ટીમમાં 5ના સ્ટાફનો સમાવેશ કરાયો છે. આ 250 ની ટીમના ત્રણ વિભાગ પાડી દેવામાં આવ્યા છે. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસરના નિર્દેશન હેઠળ 250 ટીમો કામ કરશે અને આ ત્રણેયની ટીમો કલેકટર અને અધિક કલેકટરની દેખરેખ હેઠળ કામ કરશે. આ ટીમો ઘરે-ઘરે જઈને સર્વે કરશે. જો કોઈને લક્ષણો દેખાઈ તો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. ખાસ કરીને આ ટીમો ઘરે-ઘરે જઈને ટેમરેચર ગન અને ઓક્સીમીટરથી ચકાસણી કરશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text