મોરબી એસટી ડેપો ડીઝલ બચતમાં સતત બીજા વર્ષે રાજકોટ વિભાગમાં પ્રથમ સ્થાને

- text


રાજકોટ વિભાગના 9 ડેપોમાંથી મોરબી એસટી ડેપોએ મેદાન માર્યું

મોરબી : મોરબી એસટી ડેપોની કથળતી સેવાની બુમરાણ વચ્ચે મોરબી એસટી ડેપોની પ્રતિષ્ઠા વધી છે. ખાસ કરીને મોરબી એસટી ડેપોએ ડીઝલ બચત કરવામાં અન્ય એસટી ડેપોને પાછળ કરીને અગ્રીમ હરોળમાં સ્થાન મેળવ્યું છે. જેમાં મોરબી એસટી ડેપોએ ડીઝલ બચતમાં સતત બીજા વર્ષે રાજકોટ વિભાગના 9 ડેપોને પાછળ મૂકીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

- text

મોરબી એસટી ડેપોએ સતત બે વર્ષથી ડિઝલ બચતમાં રાજકોટ વિભાગના 9 ડેપોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે મોરબી ડેપોમાં તેઓએ ચાર્જ સંભાળ્યો ત્યારે ડિઝલ કેએમપીએલ 5.17નું હતું. તેને સુધારો કરતાં કરતાં ગત વર્ષે માર્ચ 2019 સુધીમાં 0.22નો સુધારો કરી રાજકોટ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ચાલુ વર્ષે તેમાં સુધારો કરતાં 0.10નો મહત્તમ સુધારો કરીને ફરી રાજકોટ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત મેળવ્યું છે. છેલ્લા બે વર્ષના તેમના કાર્યકાળમાં 5.17નો 5.45 એ પહોંચાડ્યું છે. એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક દ્વારા ડિઝલ બચતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ મધ્યસ્થ કચેરી ખાતે 15 ઓગસ્ટના રોજ મોરબી એસટી ડેપોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

- text