ઓગસ્ટ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં 640 પોઈન્ટની મૂવમેન્ટ, MCXમાં કુલ રૂ. 9.39 લાખ કરોડનું જંગી ટર્નઓવર

- text


  • સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ : સોનું રૂ. ૧,૭૪૪ ઘટ્યું, ચાંદી રૂ. ૨,૩૩૪ ઊછળી
  • ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ. ૮૦ની વૃદ્ધિ
  • કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો માહોલ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર ઓગસ્ટ મહિના (૩થી ૩૧ ઓગસ્ટ) દરમિયાન કુલ રૂ.૯,૩૯,૬૧૮.૮૮ કરોડનું જંગી ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.૯,૦૮,૫૦૧.૦૧ કરોડ, બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ બુલડેક્સમાં ૨,૧૧૯.૬૩ કરોડ (૨૪થી ૩૧ ઓગસ્ટ), કોમોડિટી ઓપ્શન્સ ઓન ફ્યુચર્સમાં રૂ.૨૮,૯૯૪.૯૯ કરોડ અને ઓપ્શન્સ ઈન ગુડ્સમાં રૂ.૩.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. ઓગસ્ટ મહિના દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૭૪૪ ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨,૩૩૪ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક તેજીનો માહોલ વાયદાના ભાવમાં રહ્યો હતો. બુલિયન ઈન્ડેક્સ-બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૨૪ ઓગસ્ટથી પ્રારંભ થયો ત્યારે ૧૬,૪૦૦ ખૂલી, મહિના દરમિયાન ૬૪૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ઓગસ્ટ મહિનાના અંતે ૩૨ પોઈન્ટ વધીને ૧૬,૨૮૧ના સ્તરે બંધ થયો હતો.

સમીક્ષા હેઠળના ઓગસ્ટ મહિના દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩,૫૬૪ ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૬,૧૯૧ અને નીચામાં રૂ.૪૯,૯૫૫ના મથાળે અથડાઈ, આગલા મહિનાનાં રૂ.૫૩,૪૪૫ના બંધ સામે સમીક્ષા હેઠળના મહિનાના અંતે રૂ.૧,૭૪૪ (૩.૨૬ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૫૧,૭૦૧ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૩,૨૦૯ ખૂલી, મહિનાના અંતે રૂ.૧,૧૧૫ (૨.૫૯ ટકા) ઘટી રૂ.૪૧,૯૫૪ થયો હતો. જ્યારે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૪૦૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૧૪૧ (૨.૬૨ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૨૪૮ના ભાવ થયા હતા. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩,૭૦૦ ખૂલી, મહિના દરમિયાન ઊપરમાં રૂ.૫૬,૪૯૯ અને નીચામાં રૂ.૫૦,૦૨૬ સુધી જઈ મહિનાના અંતે રૂ.૨,૩૯૬ (૪.૪૮ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૫૧,૦૯૯ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૫,૬૫૬ ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૭,૯૪૯ અને નીચામાં રૂ.૬૦,૯૧૦ના સ્તરને સ્પર્શી, આગલા મહિનાનાં રૂ.૬૪,૯૮૪ના બંધ સામે સમીક્ષા હેઠળના મહિનાના અંતે રૂ.૨,૩૩૪ (૩.૫૯ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૭,૩૧૮ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૭,૨૫૧ના ભાવે ખૂલી, મહિનાના અંતે રૂ.૩,૭૬૬ (૫.૬૫ ટકા)ના ઉછાળા સાથે રૂ.૭૦,૩૭૩ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૭,૦૦૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૩,૭૫૩ (૫.૬૪ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૭૦,૩૫૪ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૪૯૯.૫૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૨૭.૪૦ (૫.૪૮ ટકા) વધી રૂ.૪૯૯.૯૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૦૪૩ ખૂલી, મહિનાના અંતે રૂ.૮૯.૩૦ (૮.૫૩ ટકા) વધી બંધમાં રૂ.૧,૧૩૫.૭૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૧.૬૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૪.૪૦ (૩.૧૦ ટકા) વધી રૂ.૧૪૬.૧૫, સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.૧૫૦.૭૫ ખૂલી, મહિનાના અંતે રૂ.૩.૮૫ (૨.૫૬ ટકા) સુધરી રૂ.૧૫૪.૫૦ અને જસતનો સપ્ટેમ્બર વાયદો રૂ.૧૮૩.૭૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૧૧.૭૦ (૬.૩૫ ટકા) વધી રૂ.૧૯૬.૦૫ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૦૪૪ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૨૮૫ અને નીચામાં રૂ.૩,૦૧૫ બોલાઈ મહિનાના અંતે રૂ.૮૦ (૨.૬૧ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૩,૧૪૫ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૫૧.૫૦ ખૂલી, મહિનાના અંતે રૂ.૪૨.૮૦ (૨૮.૯૪ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧૯૦.૭૦ થયો હતો. આ વાયદો મહિના દરમિયાન ઊપરમાં રૂ.૨૦૩ અને નીચામાં રૂ.૧૫૧.૪૦ બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૬,૬૫૦ના ભાવે ખૂલી, આગલા મહિનાનાં રૂ.૧૬,૬૪૦ના બંધ સામે સમીક્ષા હેઠળના મહિનાના અંતે રૂ.૧,૦૯૦ (૬.૫૫ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧૭,૭૩૦ના સ્તરે બંધ થયો હતો. કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૬૫.૫૦ ખૂલી, મહિના દરમિયાન ઊપરમાં રૂ.૧,૦૪૬.૫૦ અને નીચામાં રૂ.૯૬૫.૫૦ બોલાઈ, મહિનાના અંતે રૂ.૬૯.૫૦ (૭.૨૦ ટકા) વધી રૂ.૧,૦૩૫ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૩૭ ખૂલી, મહિનાના અંતે રૂ.૩૮.૩૦ (૫.૨૭ ટકા)ના ઉછાળા સાથે રૂ.૭૬૪.૯૦ બંધ થયો હતો. આ વાયદો મહિના દરમિયાન ઊપરમાં રૂ.૭૭૬.૭૦ અને નીચામાં રૂ.૭૧૦ બોલાયો હતો.

- text