મોરબીથી જેતપર(મ.) રોડ અંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો મોરબીવાસીઓ જોગ પત્ર

- text


મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીથી જેતપર(મ.) રોડ અંગે મોરબીવાસીઓ માટે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે નવા કોન્ટ્રાક્ટર દ્વારા મોરબી જેતપરના અત્યંત બિસ્માર રોડનું મરામત કરવાનું કામ ઝડપથી શરૂ થશે. આ પત્ર નીચે મુજબ છે.


પ્રતિ,
65 મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના વ્હાલા પ્રજાજનો

મોરબીથી જેતપર(મ.) રોડ કાચો હતો ત્યારથી આ રોડ પર હું આવન-જાવન કરું છું. પ્રજાજનોની મુસાફરી સલામત અને ઝડપી બને તે માટે મેં હંમેશા સતત પ્રયત્ન કર્યા છે.

આ રોડ પર બંધ થઈ ગયેલ ટ્રેનનો ટ્રેક દૂર કરાવવા અને એ જમીનનો ઉપયોગ કરીને પહોળો રોડ બનાવવા મેં અથાગ મહેનત કરી છે, રોડ મંજુર કરાવ્યો છે.

વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ કામના કોન્ટ્રાક્ટરની મેલી મુરાદથી આ રોડ પરના ગામોના મારા ભાઈ બહેનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી જેનું આજે પણ મને ખૂબ દુઃખ છે

- text

નબળી ગુણવત્તાવાળા બનતા આ રોડની તપાસ કરવા મેં અવાર નવાર રજૂઆત કરી છે. તા. 19.05.16ના રોજ મુખ્ય ઇજનેરશ્રી અને અધિક સચિવનો પત્ર, તા.22.11.16 ના રોજ માન. નાયબ મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીશશ્રી એ નબળી ગુણવત્તાના કામ બાબતે ગુણવત્તા નિયમન વિભાગના મુખ્ય ઇજનેરશ્રીને લખેલ પત્ર, તા. 14.12.16 ના માન. નાયબ મુખ્ય મંત્રીશ્રીના અંગત મદદનીશશ્રીએ મુખ્ય ઇજનેરશ્રી(સ્ટેટ)ને રોડની ગુણવત્તા બાબતે લખેલ પત્ર, તા. 19.04.18ના રોજ માન. નાયબ મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીશ દ્વારા મુખ્ય ઇજનેરશ્રી(ગુ.નિ.)ને રોડના નબળા કામની તપાસ કરવા બાબતનો પત્ર, તા. 17.04 2018 ના રોજ ગુજરાત તકેદારી આયોગ દ્વારા સદરહું રોડના નિષ્પક્ષ-સઘન તપાસ કરવા અંગેનો પત્ર, તા.16.10.2019 ના રોજ માન. નાયબ મુખ્ય મંત્રીશ્રીના અંગત મદદનીશ દ્વારા સચિવશ્રી માર્ગxમકાન વિભાગને સદરહુ રોડ ત્વરિત મરામત કરવા બાબતનો પત્ર વિ. આ સાથે સામેલ છે.

આ તમામ રજૂઆતોના અનુસંધાનમાં જે તે વખતના કોન્ટ્રાક્ટર જેણે રોડનું કામ પૂરું થાય પછી ગેરેન્ટી પિરિયડમાં રોડ મરામત કરવાની જવાબદારી હતી, તે જવાબદારી પૂર્ણ ન કરતા તેની રૂપિયા 3.50 કરોડની ડિપોઝીટ કોન્ટ્રાક્ટરને પરત આપવામાં આવેલ નથી

તે ઉપરાંત સદરહુ રોડ મરામત કરવા માટે પેચવર્ક ઓન રિસ્ક એન્ડ કોસ્ટ અંતર્ગત ₹ 52,35,000/- નું ટેન્ડર રોડ મરામત કરવાનું કામ અધિક્ષક ઇજનેરશ્રી દ્વારા તા. 21.05.2020 ના રોજ મંજુર કરવામાં આવેલ છે, જેથી નવા કોન્ટ્રાક્ટર દ્વારા મોરબી જેતપરના અત્યંત બિસ્માર રોડનું મરામત કરવાનું કામ ઝડપથી શરૂ થશે, આગામી 10 દિવસમાં સંપન્ન થશે જે વિદિત થાય.

આપનો
કાંતિભાઈ અમૃતિયા
પૂર્વ ધારાસભ્ય, 65 મોરબી વિધાનસભા

- text