કોરોના હોટસ્પોટ અમદાવાદમાં ફરજ બજાવતા મોરબીના કોરોના વોરિયર ડોકટર

- text


કોરોના વિસ્ફોટ ચરમસીમા પર હતો ત્યારે અગાઉ પણ 15 દિવસ અમદાવાદમાં ફરજ બજાવી ચુક્યા છે મોરબીના યુવા તબીબ

મોરબી : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તેની ચરમસીમા પર છે. ભારતમાં દિવસેને દિવસે કોરોના કેસોનો વિસ્ફોટ થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરત બાદ સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર અમદાવાદ છે. ત્યારે મોરબી શહેરમાં રહેતા અનુસુચિત જનજાતિનાં અને મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન ચંદુભાઈ ચકુભાઈ પરમારના પુત્ર કે જેઓ મોરબી જિલ્લાના ચરાડવા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે તે ડો. રાહુલભાઈ ચંદુભાઈ પરમાર અમદાવાદ જેવા કોરોના હોટસ્પોટમાં જીવના જોખમે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

- text

કહેવાય છે કે ડોકટર એ પૃથ્વી પર ભગવાનનું બીજુ સ્વરૂપ છે. ચેપગ્રસ્ત રોગચાળા વચ્ચે ઘર-પરિવારની ચિંતા કર્યા વગર હાલ ડોક્ટરો કોરોના હોસ્પિટલોમાં સતત કાર્યરત છે. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ મોરબીના આ યુવા તબીબ ૧૫ દિવસ અમદાવાદ ખાતે ફરજ બજાવી આવેલ છે અને બીજી વખત પણ તેઓ અમદાવાદ ખાતે એક ડોકટર તરીકેની ફરજ બજાવવા ગયેલ છે. ડો. રાહુલભાઈ ચંદુભાઈ પરમાર અમદાવાદ ખાતે એક કોરોના વોરીયર તરીકેની પોતાની ફરજ બજાવી રહયા છે ત્યારે આ તકે મોરબી શહેર અને તેમના પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

- text