મોરબીના પંચાસર ગામે નવા બનેલા પુલ પર ભ્રષ્ટાચારની તિરાડો પડી

- text


વરસાદથી પુલના રોડની હાલત ખરાબ થવાથી ગ્રામ પંચાયતે ડીડીઓને રજુઆત કરીને પુલનું નબળું કામ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી

મોરબી : મોરબીના પંચાસર ગામના મેઈન રોડ ઉપર પુલનુના કામમાં ભ્રષ્ટાચાર કરીને પુલનું કામ નબળું થયાના આક્ષેપ સાથે પંચાસર ગામ પંચાયતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ સાંસદ મોહન કુંડારિયાને લેખિતમાં રજુઆત કરી છે.જેમાં ભારે વરસાદમાં પંચાસર ગામના આ પુલના રોડની ખરાબ હાલત થતા પુલનું કામ ઘણું જ નબળું થયું હોવાથી પુલ જોખમી બની જાય તેવી દહેશત ઉભી થઇ છે.આથી ગ્રામ પંચાયતે ડીડીઓને રજુઆત કરીને પુલનું નબળું કામ કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

- text

પંચાસર ગ્રામ પંચાયતે રજુઆતમાં જણાવ્યું હતું કે ,પંચાસર ગામના મેઈન રોડ પર પુલ અદાજીત રૂ.2.55 કરોડના ખર્ચે મંજૂર થયો હતો.પણ આ પુલનું કામ ઘણું જ નબળું થવાથી ભારે વરસાદમાં આ પુલની હાલત ખરાબ થઈ ગઈ છે.જેમાં ભારે વરસાદને પગલે આ પુલ પરનો રોડ તૂટી ગયો છે.આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પુલનું કામ માટે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતની મિલીભગતથી આ પુલના કામમાં ભ્રષ્ટાચાર કરીને પુલનું કામ નબળું કરવામાં આવ્યું હોવાથી થોડા સમયમાં પુલની આવી હાલત થયાનો આક્ષેપ કર્યો છે.હાલ પુલની હાલત ખરાબ થતા પુલ પરથી પસાર થતી વખતે કોઈ દુર્ઘટના થાય અને જાનહાની થાય તો જવાબદારી કોની ? આથી આ બાબતે યોગ્ય તપાસ કરીને પુલનું કામ નબળું કરનાર તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text