વાંકાનેરના ખુટિયાએ સ્કૂટર પર સવાર બે મહિલાને ઢીકે ચડાવી

- text


 

વાંકાનેર શહેરમાં રખડતા ઢોરના ત્રાસે માજા મૂકી : તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ઉગ્ર આક્રોશ

વાંકાનેર : વાંકાનેર શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ,જાહેર માર્ગો પર વાહનનો લઈને નીકળતા લોકોની સલામતી જ રહી નથી.જેમાં આજે વાંકાનેરના લીમડા ચોકમાં એક ખુટિયો અચાનક ભુરાટો થયો હતો અને લીમડાના ચોક પર એક્ટિવ પર ડબલ સવારીમાં નીકળેલી બન્ને મહિલાઓને ખૂટીયાએ સ્કૂટર સમેત ફંગોળી દીધી હતી.જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી.પણ રખડતા ઢોરના આટલી હદે ત્રાસ ફેલાયો હોવા છતાં તંત્ર કેમ નક્કર કાર્યવાહી કરતું નથી તે મામલે સ્થાનિક લોકોમાં જબરો આક્રોશ ફેલાયો હતો.

- text

વાંકાનેરના લીમડા ચોકની આ ઘટના અંગે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે ,લીમડા ચોકમાં ભારે ટ્રાફિક વચ્ચે આજે બપોરના સમયે એક ખુટીયો હરાયા ઢોરની માફક ભૂરાયો થયો હતો.આ જાહેર માર્ગને ખુટિયાએ રીતસર બાનમાં લઈને આંતક મચાવ્યો હતો.થોડીવાર ખુટિયાએ હરાયા ઢોરની માફક આમ તેમ કુદાકુદ કરીને પાર્કિગમાં પડેલા વાહનોને ઢીકે ચડાવ્યા હતા.આ ઢોરના આંતકથી લોકોએ પણ ભગભાગી કરી હતી.જોકે ખુટિયાએ આટલેથી ન અટકતા વધુ ભૂરાયા થઈને ભારે વાહનોની અવરજવર વચ્ચે દોટ મૂકી હતી.આથી ત્યાંથી ડબલ સવારીમાં સ્ફુકરમાં નીકળેલી બે મહિલાઓ ખુટિયાને હડફેટે ચડી ગઈ હતી.આ મહિલાઓને સ્ફુકર સમેત ફંગોળી હતી.આથી સ્ફુકર પાછળ બેઠેલી મહિલાને ખુટિયાએ ઢીકે ચડાવી હતી.જોકે આ ઘટનામાં એક.મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી.પણ આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તંત્ર વહેલી તકે રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text