આનંદો : મચ્છુ 2 ડેમની સપાટી 28 ફૂટે પોહચી, ડેમ 70 ટકા ભરાયો

- text


ડેમની કુલ જીવંત સપાટી 33 ફૂટ છે : હાલ ડેમ રૂલ લેવલ સુધી પોહચતા મચ્છુ 2 હેઠળના નદીકાંઠેના 14 ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં અને ઉપરવાસ સારા વરસાદના પગલે મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમની સપાટી 28 ફૂટે પોહચી છે. અને હજુ ડેમમાં પાણીની ધીમી આવક ચાલુ છે. કુલ 33 ફૂટની સપાટી ધરાવતા મચ્છુ 2 ડેમ 70 ટકા રૂલ લેવલ સુધી ભરાતા ડેમ સત્તાવાળાઓએ કલેકટર તંત્રને જાણ કરી ડેમ હેઠળના 14 ગામોને એલર્ટ કરવાની જાણ કરી છે.

- text

કુલ 33 ફૂટની જીવંત સપાટી ધરાવતા મચ્છુ 2 ડેમની સપાટીમાં આજે એક ફૂટના વધારા સાથે પાણીની સપાટી 28 ફૂટે પોહચી ગઈ છે. ડેમ હાલ 70 ટકા ભરાઈ જતા રૂલ લેવલના નિયમ મુજબ મચ્છુ 2 હેઠળ આવતા જોધપર, લીલાપર, ભાળિયાદ, રવાપર, વજેપર, મોરબી, ટિબડી, ધરમપુર, અમરેલી, ગોર ખીજડિયા, વનાળિયા, માનસર, નવા અને જૂના સાદુળકા, રવાપર(નદી), ગૂંગણ, નારણકા, દેરાડા, નવાગામ, મેઘપર, બહાદુરગઢ, નવા અને જૂના નાગડાવાસ, હરિપર, મહેન્દ્રગઢ, સોખડા, ફતેપર, વિરવદરકા, અમરનગર, ફાટસર અને માળિયા (મી) ગામોને એલર્ટ કરવા અને આ ગામોના લોકોને નદીકાંઠે અવરજવર ના કરવાની તકેદારી રાખવાના મેસેજ આપવામાં આવ્યા છે. જોકે મચ્છુ ડેમ હજુ 70 ટકા જ ભરાયો છે. પરંતુ રૂલ લેવલ સુધી ડેમની સપાટી પોહચતા લાગતા વળગતા તંત્રને તકેદારીના પગલાં માટે જાણ કરવામાં આવી છે.

- text