ગાળા-શાપર રોડ ભંગાર હાલતમાં ફેરવાઇ જતા વાહનચાલકો પર અકસ્માતનું જોખમ

- text


મોરબી : મોરબી જિલ્લાનો ગાળા-શાપર રોડ, જે નેશનલ હાઇવેથી પીપળી રોડને જોડે છે. આ રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. અત્યારે વરસાદના કારણે રોડ પર નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે રોડ જાણે ભંગાર હાલતમાં ફેરવાઇ ગયેલ છે. આ રોડ પર 10-15 જેટલા નાના-મોટા સીરામીક યુનિટો આવેલ છે. જેમાં કામ કરતા લોકો અન્ય જગ્યાએથી અહીં અપ-ડાઉન કરે છે. આથી, તેઓને ખાડા-ખબડાવાળા રોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ રો-મટીરીયલ્સ કે અન્ય માલ લઇ જતા વાહનો ગમે ત્યારે પલ્ટી ખાઈ જાય તેવી આ રોડના કારણે પરિસ્થિતિ ઉભી થઇ છે. આથી, રાહદારીઓ અને વાહનચાલકોના માથે સતત અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને તાકીદે કાર્યવાહી કરવા અને વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

- text

- text