મોરબી શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


થોડા દિવસ પહેલા ખૂટિયાઓ બાખડતા એક વ્યક્તિનો ભોગ લેવાયો હોવાના સંદર્ભે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરના રખડતા ઢોરના ત્રાસ બાબતે આ અગાઉ અવગત કરાવેલ હતા. સ્થાનિક તંત્રમાં કલેકટર તેમજ મોરબી નાગરપાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરેલ હતી. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જે ખેદજનક બાબત છે. અને આ ત્રાસના કારણે હમણા જ એક માનવ જિંદગીનો ભોગ લેવામાં આવેલ છે. તો શું? તંત્ર હજુ બીજા માનવની જિંદગીનો ભોગ માગે છે. આ બાબતે તંત્ર ક્યારે યોગ્ય કાર્યવાહી કરશે? તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

વધુમાં, જણાવ્યું છે કે આ બાબતે ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકાને ટેલિફોનિક વાત કરતાં તેઓએ પાંજરા પોળ આ ઢોરો ને સ્વીકારવાની ના પાડે છે. તેઓ જવાબ આપેલ હતો. તો શું? સરકાર પાંજરાપોળના આધારે જ છે? અન્ય કોઈ વ્યવસ્થા આવડી મોટી સરકાર ના કરી શકે? અને સરકાર પાંજરા પોળ ને પણ આ ઢોર લેવા માટે કેમ ના સમજવી શકે? મોરબીના લોકોની પરેશાનીનું શું? સતાધીશો અને તંત્રને ગમે છે? સમગ્ર દેશમાં વસ્તી અને વિસ્તાર ની દ્રષ્ટિએ સૌથી વધારે માથાદીઠ ટેક્સ ભરતા મોરબી માટે તંત્ર અને સરકારેની કોઈ ફરજ નથી? લોકોને આંદોલનો કરવા પડશે અને તો જ સરકાર અને તંત્રની આંખ ઊધડશે? આવા સવાલોની સાથે આ બાબતે લોકો રસ્તા ઉપર આવે તે પહેલા યોગ્ય આદેશો કરવા માગણી કરી છે.

- text