છત્તર ગામ નજીક વેન અને એક્ટિવા વચ્ચે થયેલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ

- text


પોલીસે વેનચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ટંકારા : ગત તા. 11ના રોજ સાંજના આઠથી સવા આઠ વાગ્યાના અરસામાં ટંકારા તાલુકામાં મીતાણાથી છત્તર તરફ છત્તર જી.આઈ.ડી.સી.ના નાકાની બાજુમાં વેન નં. GJ-03-DG-9753ના ચાલકે વેન બેદરકારીથી ચલાવી એક્ટીવા નં. GJ-03-LH-9791 સાથે ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. આ અકમતમાં અશોકભાઈ વિંજડીયા આને તેના મિત્ર અશોકભાઈ ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક અશોકભાઈના પુત્ર પીયુષભાઈ (રાજકોટ)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં વેનચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text