આજ સવારના છ થી રાત્રીના આઠ સુધીમાં માળીયામાં દોઢ, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

- text


આજ સવારના છ થી રાત્રીના આઠ સુધીમાં માળીયામાં દોઢ, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

મોરબી પંથકમાં દિવસભર વરસાદી ઝાપટા પડ્યા

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેધારજાએ મુકામ કર્યો છે અને અવિરતપણે મેઘકૃપા વરસાવી રહ્યા છે.ત્યારે આજ સવારના છ થી રાત્રીના આઠ સુધીમાં માળીયામાં વધુ દોઢ ઈચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે મોરબીમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરામ લેતા લેતા હળવાથી ભારે વરસાદ પડયાના અહેવાલ છે.જેમાં આજે મળિયામાં સારો વરસાદ પડ્યો હતો.મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે નોંધાયેલા વરસાદના સતાવાર આકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં માળીયા તાલુકામાં 36 મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે વાંકાનેર તાલુકામાં 11 મીમી એટલે કે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે મોરબીમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.બાકીના વિસ્તારોમાં વરસાદ નોંધાયો ન હતો.

- text