નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી

- text


ટંકારા : ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

ભારે વરસાદને કારણે ધુનડા, મેધપર, વાઘગઢ, ગજડી સહિતના ગામડા બે કલાક સુધી સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ અપડાઉન કરતા વેપારી-ઉધોગપતિઓ નાના ખીજડીયાના સામા કાંઠે ફસાઈ ગયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વારંવાર ટિ.ડી.ઓ., મામલતદાર, પ્રાંત સહિતના વહીવટી તંત્રને પુલ ઉંચો લેવા રજૂઆત કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ના આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

- text