રવિવાર(4.20pm) : મોરબી શહેરમાં વધુ 3 કોરોના કેસ નોંધાયા, આજના કુલ કેસ થયા 12

- text


સવારે એક સાથે જિલ્લામાં 9 કેસ બાદ વધુ 3 કેસ નોંધાયા : જિલ્લાનો ટોટલ થયો 114

મોરબી : મોરબીમાં કોરોનાના કેસ દર કલાકે વધી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે રવિવારે સવારે જિલ્લામાં એક સાથે 9 કેસ નોંધાયા બાદ સાંજે 4 વાગ્યા પછી વધુ 3 કેસ નોંધાયા છે. આ સાથે આજના કુલ કેસ 12 અને મોરબી જિલ્લાના ટોટલ કેસનો આંકડો 114 થઈ ગયો છે.

રવિવારે સાંજે 4 વાગ્યા બાદ નોંધાયેલા કોરોનાના નવા 3 કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના રવાપર રોડ પર પ્રાણનગરમાં અશોક કુંજ-2માં રહેતા જ્યંતીભાઈ ચતુરભાઇ સુરાણી (ઉ.60) તેમજ મોરબી શહેરમાં રવાપર રોડ પર નરસંગ મંદિર પાસે શ્રીરામ વિજય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઇ નારણભાઇ વામજા (ઉ.57) અને તેમના પત્ની મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.55) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોના સેમ્પલ રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતેથી લેવામાં આવ્યા હતાં. આ 3 કેસ સાથે આજે રવિવારના કુલ કેસ 12 થઈ ગયા છે. તેમજ મોરબી જિલ્લાના ટોટલ કેસનો આંકડો 114 થઈ ગયો છે.

12 જુલાઇ રવિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત..

1) મોરબી શહેર, કડીયા કુંભાર શેરી : વ્યોમેશભાઈ ચતુરભાઈ કડીયા, ઉ.48

2) મોરબી શહેર, રવાપર રોડ, શિવ પેલેસ : મનહરભાઈ ઝાલરીયા ઉ.56,

3) મોરબી શહેર, પોલીસ લાઈન : પોલીસ કર્મચારી સલીમભાઈ અજીજભાઈ મકરાણી ઉ.54,

- text

4) મોરબી શહેર, નવા ડેલા રોડ, રાવલ શેરી : ડોક્ટર મહંમદભાઈ આરીફભાઈ વાડેવરિયા ઉ.45

5) મોરબી, શનાળા ગામ, જીઈબી સ્ટ્રીટ પાસે : ગીતાબેન વેલજીભાઈ શિરવી ઉ.64,

6) વાંકાનેર શહેર, આસિયાના સોસાયટી : દિલનવાઝ અહેઝાદ અહેમદ સૈયદ ઉ.61

7) ટંકારા તાલુકો, નેકનામ ગામ, પટેલ સમાજની વાડી પાસે : હસમુખભાઈ ભીમજીભાઈ ચીકાણી

8) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : મનસુખભાઇ ભાડજા ઉ.58

9) મોરબી શહેર, સામાંકાંઠે, લાલબાગ સરકારી ક્વાર્ટર : ગૌરીબેન મનસુખભાઇ ભાડજા ઉ.54

10) મોરબી શહેર, રવાપર રોડ, પ્રાણનગર, અશોક કુંજ-2 : જ્યંતીભાઈ ચતુરભાઇ સુરાણી (ઉ.60)

11) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : ચંદ્રકાંતભાઇ નારણભાઇ વામજા (ઉ.57)

12) મોરબી શહેર, રવાપર રોડ, નરસંગ મંદિર પાસે, શ્રીરામ વિજય સોસાયટી : મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ વામજા (ઉ.55)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text