મોરબી : એક શંકાસ્પદ દર્દી સહિત 52 લોકોના સેમ્પલ લેવાયા

- text


 

ગઈકાલે ગુરૂવારે લેવાયેલા સેમ્પલના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ માસ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં આજે મોરબી શહેરમાં રહેતા એક 69 વર્ષના વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો નોંધાતા તેઓના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે 51 જેટલા રૂટિન સ્ક્રીનિગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ 52 સેમ્પલના રિપોર્ટ આવતીકાલે જાહેર થનાર છે. જ્યારે ગઈકાલે ગુરુવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેથી લિંબાળાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

- text