મોરબી : ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

- text


મોરબી : મોરબીના શનાળા ગામ પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકને આજે વહેલી સવારે ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા શનાળા ગામ પાસેના ગોકુલનગર વિસ્તારમાં રહેતા મહાદેવભાઇ હંસરાજભાઈ ડાભી (ઉ.વ. 27)ને આજે સવારે 4 વાગ્યા આસપસ તેમના સસરાની વાડીમાં ઇલેક્ટ્રીક કામ કરતી વખતે શોટ લગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text