ભડીયાદ નજીક સવારે ટ્રેન હડફેટે આધેડનું મૃત્યુ

- text


પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક આજે સવારે 9 વાગ્યા આસપાસ માલગાડી નીચે આવી જતા અજાણ્યા આધેડનું મોત નીપજ્યું છે. મૃતદેહ પરથી મૃતકની ઉમર 45 થી 50 વર્ષની હોવાનું જણાય છે. હાલમાં તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકના વાલી-વારસની શોધખોળ આદરી છે. જો કોઈ મૃતકને ઓળખાતા હોય કે તેના વિષે માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન 02822 242592 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text