મોરબી જીલ્લા ભાજપ સાથે પ્રદેશ સંગઠનના મહામંત્રીની વિડીયો કોન્ફરન્સ યોજાઈ

- text


મોરબી : મોદી સરકાર 2.0 ના સફળ એક વર્ષના કાર્યકાળ નિમિતે મોરબી જીલ્લા ભાજપ સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઈ કંજારીયા તથા મોરબી જિલ્લા ભાજપ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિતિમાં હાજરી આપી હતી અને મોદી સરકારની સિદ્ધિઓ તથા વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text