ટંકારામાં સિક્યુરિટી ગાર્ડના આપઘાતનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું

- text


ટંકારા : ટંકારામાં ગઈકાલે એક સિક્યુરિટી ગાર્ડે પેટમાં કાચ ઘુસાડી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના આપઘાત કરવાનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે.

- text

ટંકારાના ખીજડીયા રોડ પર રોયલ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામના વતની હીરાલાલ ઉમરાવસિંહ વર્મા (ઉ.વ. 32)ને તે જ કારખાનામાં કામ કરતી કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હતો. જે છોકરીએ કામે આવવાનું બંધ કરી દીધું હતું. જેથી, ગાર્ડ છેલ્લા બે દીવસથી વતનમા જવાનુ રટણ કરતો હતો. આ બાબતને લઈને લાગી આવતા રોયલ મેટલ ઇન્ડસ્ટ્રીઝની સીકયોરીટી ઓફીસ પાસે બારીનો કાચ તુટેલ હતો, જેનાથી પોતાની જાતે પોતાના પેટમા કાચથી ઘા મારી ઇજા કરી આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે નોંધ કરી ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text