ગાર્ડમાંથી ફોરેસ્ટરની બઢતી માન્ય રાખવાના નિર્ણય સામે વનકર્મીઓમાં રોષ

- text


કોમ્પ્યુટરની સીસીસી પરીક્ષાના મુદ્દે પ્રમોશનમાં અન્યાય થતો હોવાથી વનકર્મીઓમાં નારાજગી 

મોરબી : વનવિભાગમાં ગાર્ડમાંથી ફોરેસ્ટર તરીકે બઢતી આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જે સંદર્ભે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ન હોય એવા સેન્ટરોમાં કોમ્પ્યુટરના સીસીસી પરીક્ષા પાસ કરીને સમયસર સીસીસી સર્ટિફિકેટ રજૂ ન કરી શકનારા કર્મચારીઓને પણ પ્રમોશન આપવાના નિર્ણય સામે મોટાભાગના વનકર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

- text

હાલમાં જૂનાગઢ સર્કલના 63 ફોરેસ્ટ ગાર્ડને ફોરેસ્ટર તરીકે પ્રમોશન આપવાની તજવીજ ચાલી રહી છે. ગાર્ડમાંથી ફોરેસ્ટર તરીકે પ્રમોશન માટે માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનું સીસીસી સર્ટિફિકેટ રજૂ કરવું પડતું હોય છે. જો કે એ માટેની નિયત સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ હાલ એ સમય મર્યાદા વીતી ગઈ હોવા છતાં સિનિયોરિટીના ધોરણે તેઓને પ્રમોશન આપવામાં આવશે એવી તજવીજના કારણે માન્ય સંસ્થામાંથી સમય મર્યાદાની અંદર જ સીસીસી પરીક્ષા પાસ કરનાર અન્ય વનકર્મીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે સીસીસી કોપ્યુટર કોર્ષના મુદ્દે 2007 તથા 2015 એમ બે બાર પરિપત્ર બહાર પડ્યો હતો. જેમાં કરવમાં આવેલી સ્પષ્ટતાનું હાલની પ્રમોશનની પ્રક્રિયામાં ખુલ્લેઆમ ઉલ્લંધન થઈ રહ્યું હોવાથી મોટાભાગના વનકર્મીઓની નારાજગી સામે આવી છે. આ અન્યાય બાબતે વનવિભાગમાં ગાર્ડની ફરજ બજાવતા મોરબી જિલ્લાના વનકર્મીઓ સહીત ગુજરાતભરના કર્મચારીઓ કોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

- text