રાતાવિરડામાં આંટાફેરા કરી જાહેરનામાનો ભંગ કરનારની અટકાયત

- text


વાંકાનેર : હાલમાં અનલોક-1માં રાતના 9થી સવારના 5 સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના વીરપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઇ જુગાભાઇ ડાંગરોચા (ઉ.વ. ૪૧) રાતના 10 વાગ્યા આસપાસ બિનજરૂરી અવર-જવર કરતા હતા. જેથી, તાલુકા પોલીસે રાતાવિરડા ગામના તળાવ પાસેથી તેની અટકાયત કરી છે. તેમજ તેની સામે મોરબીના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો છે.

- text