બે માસ પૂર્વે મોરબી બાયપાસ નજીક હુમલો કરનાર નાસતા ફરતા બે આરોપી સરેન્ડર

- text


મોરબી : મોરબીમાં બે માસ પૂર્વે બાયપાસ નજીક એક યુવક પર થયેલ હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓ પોલીસ સમક્ષ અચાનક હાજર થતા બંન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

- text

મોરબીમાં બાયપાસ નજીક આવેલા જય ગણેશના શો રૂમ નજીક રૂપિયાની લેતીદેતી મામલે ભાર્ગવ પલ્લવભાઈ રાવલ નામના યુવક પર છરી વડે હીંચકારો હુમલો થયો હતો. જેમાં ભાર્ગવ પલ્લવભાઈ રાવલને ઇજા થતા લોહી નિંગળતી હાલતમાં પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં તેમજ બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ભાર્ગવ રાવલની એક કિડનીમાં ઇજાઓ થઈ હોવાનું જણાતા તેને એક કીડીની ગુમાવી પડી હતી. આ હુમલા મામલે અર્જુન અમિતભાઈ ડોડીયા અને ભઈલું અમિતભાઈ ડોડિયા નામના બે યુવકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો પરંતુ બન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. ગઈકાલે તેઓ મોરબી પોલીસ સમક્ષ હાજર થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલ બન્ને આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

- text