કોલેજ-યુનિવર્સીટીઓની પરીક્ષા અને વર્ષ 2020-21ના સત્ર માટે કરાઈ જાહેરાત

- text


U.G. કોર્સીસ/પ્રોગ્રામ અંગેની ટર્મિનલ/ફાઇનલ સેમિસ્ટર પરીક્ષા 25 જૂનથી : પેપર મૂલ્યાંકન પદ્ધતિમાં પરિવર્તન

મોરબી : કોવિડ 19ને લઈને ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે શાળા-કોલેજોમાં શિક્ષણિક કાર્યો પર રોક લગાવવામાં આવી હતી. લોકડાઉન લાગુ થતા ઘણા કોર્ષમાં અંતિમ તબક્કાની પરીક્ષાઓ રોકી દેવાઈ હતી ત્યારે હવે યુ.જી.સી.ની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ તબક્કાની પરીક્ષા તેમજ વર્ષ 2020-2021 માટે નવા શૈક્ષણિક વર્ષ અંગે જાહેરાત કરવામાં આવી છે.

- text

જે મુજબ યુજીની ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટર વર્ષની અને પીજીની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટર વર્ષની પરીક્ષાઓ આગામી 25મી જુનથી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે. જેની જાહેરાત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. આ પરીક્ષાની ખાસ બાબત એ રહેશે કે પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. જરૂર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં પરીક્ષા રાખી શકાશે. આ પરીક્ષાઓ તાલુકા તેમજ સ્થાનિક કક્ષાએ રાખી શકાશે. વધુમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે કોરોનાને કારણે જો સ્થિતિ સામાન્ય ન બને અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન શક્ય બને તેમ ન હોય તેવા સંજોગોમાં ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર 2, 4 અને 6ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા અગાઉના સેમેસ્ટરના આધારે ગણવામાં આવશે. જે મેરીટ લિસ્ટ તરીકે ઓળખાશે. જો કોઈ વિદ્યાર્થી કોઈ વિષયમાં નાપાસ થયેલ હોય તો પણ તેને વર્ષ 2019-2020 માટે બઢતી મળી શકશે અને આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તેમાં પાસ થવાનું રહેશે. સમગ્ર પરીક્ષા દરમ્યાન માસ્ક સહિતના તમામ નીતિ-નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ સિવાય સેમેસ્ટર 3, 5 અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂનથી પ્રારંભિક તબક્કામાં ઓનલાઈનથી શરૂ થશે. કોવિડ 19ની પરિસ્થિતિ થાળે પડ્યા બાદ જ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. આગામી 1 ઓગસ્ટથી સેમેસ્ટર 1 શરૂ થશે. એસીપીસી કોર્ષમાં લેવાયેલા અભ્યાસક્રમો માટે 30 જુલાઈના રોજ ગુજકેટ લેવાશે ત્યારે તેને ધ્યાનમાં લઈને પ્રવેશની તારીખો ગોઠવાશે.

- text