ટંકારામાં પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરાઇ

- text


 

અન્ય તંત્ર પ્રિમોન્સૂન કામગીરી ક્યારે શરૂ કરશે ? વહેલી તકે પાણીના નિકાલની કામગીરી ન થાય તો ભારે વરસાદમાં ગતવર્ષ કરતા પણ વધુ ખાનાખરાબી થશે

ટંકારા : ચોમાસુ નજીક આવી રહ્યું છે.ત્યારે ટંકારામાં વીજ તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગરી શરૂ કરવામાં આવી છે.જોકે અન્ય તંત્ર આ કામગીરી ક્યારે શરૂ કરશે ? તે મોટો યક્ષ પ્રશ્ન છે.જ્યારે મામલતદાર કચેરી ખાતે પ્રતિવર્ષ મળતી મિટીંગ પણ કોરોનાને કારણે મળી ન હતી.નદી કિનારે રહેલા ઝુંપડા અને જર્જરિત મકાન કે ઈમલા સહિતની પાણીના નિકાલ માટે આગોતરી કામગીરી કરવી વધુ જરૂરી છે.નહિતર આ વર્ષે પણ ચોમાસામાં ભારે વરસાદથી ફરી ટંકારા પંથકમાં મોટી જળ સમસ્યા સર્જાશે.

- text

ગતવર્ષે તૂટેલા પુલિયા રસ્તા કેનાલ કે તલાવડા પણ રીપેર નથી થયા તેથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડુતોને મુશ્કેલી વેઠવી પડશે. ટંકારા પંથક છેલ્લા બે વર્ષેથી ભારે વરસાદને કારણે ભારે સમસ્યાનો સામનો કરી રહ્યો છે.ત્યારે આ વર્ષે કોરોના વાઈરસને પગલે લાગેલા લોક ડાઉનથી હજુ સુધી વરસાદ પહેલાની અગમચેતીની કામગીરી હાથ ધરી નથી.જેથી આગામી દિવસોમાં વરસાદ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તો ભારે ખાના ખરાબી સર્જી શકે છે. તે ઉપરાંત નદી કિનારે રહેલા ઝુંપડા પાણીના નિકાલ માટેની વહેણો તૂટેલા પુલયા તળાવો સહીતની કામગીરી હાથ ધરી જ નથી.જેથી વરસાદ વખતે ખેડુતોને અને લોકોને પણ તકલીફ પડે એ પહેલા પ્રિમોન્સૂનની કામગીરી કરવા આગેવાનોમાં માંગ ઉઠી છે.

- text