પાન-ફાકીના ધંધાર્થીઓ ઉઠાવી રહ્યા છે વ્યસનીઓની મજબુરીનો ફાયદો : ગ્રાહક સુરક્ષા મંડળ

- text


મોરબી : ગત તારીખ 18થી ગુજરાત સરકારે પાન પાર્લર ખોલવાની છૂટ આપ્યા બાદ ધાર્યા પ્રમાણે જ પાનની દુકાનો પર ભીડ ઉમટી પડી હતી. જો કે વ્યસનીઓને ધાર્યા પ્રમાણે બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ કે ફાકીનો જથ્થો ઉપલબ્ધ બન્યો ન હતો. આ માટે એવું કારણ આપવમાં આવતું હતું કે 57 દિવસના લોકડાઉનને લઈને છુટ્ટક દુકાનદારો પાસે માલ ન હતો.

- text

અલબત્ત હવે હોલસેલ પાન તમાકુના ડીલરો અને એજન્સીઓ પણ ખુલી ગઈ હોવા છતાં સોપારી, તમાકુ, ગુટખા, બીડી-સિગારેટ વગેરેની અછત જોવા મળી રહી છે જેની પાછળનું કારણ સંગ્રહખોરી હોવાનું માનવામાં આવે છે. ઘણા દુકાનદારો હોલસેલમાં માલ મેળવીને પણ દુકાનો ખોલી રહ્યા નથી અને બંધ બારણે-પાછલા દરવાજેથી વધુ ભાવ પડાવી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કર્યો છે. આ અંગે લાલજીભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છે.

- text