મોરબી : હાલમાં ફીની માંગણી કરતી ખાનગી શાળાઓના વિરોધમાં ABVP દ્વારા આવેદન

- text


મોરબી : આજરોજ ABVP મોરબી દ્વારા કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમુક ખાનગી શાળાઓ વિધાર્થીઓ અને વાલી પાસે ફીની માગણી કરી રહી છે. જેના વિરુદ્ધ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- text

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે કોરોના વાયરસને કારણે ઉદ્ભવેલી કપરી પરિસ્થિતિમાં જયારે સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેવા સંકટના સમયમાં પણ અમુક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને ફોન અને મેસેજ કરી ફી માંગવામાં આવે છે. તથા ઓનલાઇન ફી ભરવાનું કહેવામાં આવે છે. જે શિક્ષણજગત માટે શરમજનક વાત છે. તો આવી શાળાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેવી ABVP મોરબી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

- text