મોરબીમાં જુગાર રમતા 4 શખ્સો પકડાયા : રૂ. 41 હજારની રોકડ કબ્જે

- text


રવાપર-ધૂનડા રોડ ઉપર ચાલતા જુગાર ઉપર એ ડિવિઝન પોલીસનો દરોડો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ ઉપર ચાલતા જુગાર ઉપર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લીધા છે. સાથે રૂ. 41 હજારની રોકડ પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ ઉપર નીતિન પાર્ક હનુમાનજી મંદિર પાસે જુગાર રમતા લલિતભાઈ ગંગારામભાઈ હાલપરા, નીતિનભાઈ શાંતિલાલભાઈ ફેફર, કિરીટભાઈ શાંતિલાલભાઈ ફેફર અને અલ્પેશભાઈ ગંગારામભાઈ હાલપરાને જુગાર રમતા રૂ.41, 700ની રોકડ સાથે પકડી પાડી તેઓની વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text