મોરબીમાં લોકડાઉન વચ્ચે ડીમોલેશન : ગાંધી ચોકનું પાર્કિંગ ખુલ્લું કરાવાયું

- text


ઓરડી અને ઓટા સહિતના દબાણોનો કડુસલો બોલવાયો

મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે ગત મોડી રાત્રે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી ચોકમાં આવેલ પાર્કિંગની જગ્યાએ ગેરકાયદેસર રીતે ખડકાયેલ ઓરડી અને ઓટા સહિતના દબાણોને જેસીબીની મદદથી હટાવીને જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી હતી.

- text

મોરબીમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદે દબાણ હટાવી દેવામાં આવ્યું છે. ગત મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં અને પીઆઇ ચૌધરી તેમજ પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતનાની હાજરીમાં ગાંધી ચોકમાં બુલડોઝર ધણધણ્યુ હતું. ગાંધી ચોકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખડકાયેલ ઓરડી અને ઓટાનું દબાણ તોડી પાડીને પાર્કિગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જો કે હજુ પણ આવા દબાણો દૂર કરીને ગેરકાનૂની પ્રવૃતિઓ અટકાવવામાં આવતી રહે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text