ટંકારા : વારસાગત અવેડામાંથી પાણી લેવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી

- text


બન્ને પરિવારોએ સામસામી માર માર્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાવી

ટંકારા : ટંકારામાં વારસાગત જમીનની પાણીની લાઈનમાંથી પાણી લેવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. બાદમાં બન્ને પરિવારોએ સામસામી માર માર્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાવી હતી. ટંકારા પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી સુભાષભાઇ હમીરભાઇ હણ (ઉ.વ- ૩૫ રહે- વાકાનેર કુંભારવાડામા તા.વાકાનેર) વાળાએ આરોપીઓ રમેશભાઇ કાથડભાઇ હણ, રણધીર રમેશભાઇ હણ, વિજય રમેશભાઇ હણ, જયેશ નવધણભાઇ હણ (રહે બધા વાકાનેર કુંભારવાડામા) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૭ ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યાના અરસામા સજનપર ગામની સીમમા એક આરોપીએ ખરાબાની જમીનમા આવેલ અવેળા ફરીયાદીની વાડીની પાણીની લાઇનમાંથી પાણી ભરતા ફરીયાદી પાણી ભરવાની ના પાડી હતી. તેથી, આરોપીએ ફરીયાદીની સાથે બોલાચાલી કરી જપા જપી કરી અન્ય આરોપીઓએ આવી ફરીયાદીને માથાના ભાગે કુંડલીવાળી લાકડીનો એક ધા મારતા માથાના ભાગે માર માર્યો હતો. તથા આરોપીઓએ લાકડીનો એક ધા ડાબા હાથના ભાગે મારી ફેકચર કરી સાહેદ ભરતભાઇને જમણા હાથના ભાગે મારી ફેકચર કરી તેમજ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે આ બનાવ સંદર્ભે સમાંપક્ષે રમેશભાઇ કાથડભાઇ હણએ આરોપીઓ સુભાષભાઇ હમીરભાઇ હણ, હમીરભાઇ કાથડભાઇ હણ, ભરતભાઇ હમીરભાઇ હણા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી પોતાની ભાયુ ભાગની જમીનમાંથી પાણીની લાઇન નીકળતી હોય જે લાઇન વડે પોતાના માલઢોરને પાણી પીવા માટે અવેળો ભરતા હોય. જેથી, આરોપીઓએ પાણી લાઇન નહી લેવાનુ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હાથમા રહેલ લાકડી વડે ફરીયાદીના ડાબા હાથમા એક ધા મારી મુંઢ ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text