હળવદ : તમારો દિકરો મારી દિકરી સાથે ઝગડો કેમ કરે છે તેમ કહી યુવાન પર દાંતરડાથી હુમલો

- text


હળવદ : હળવદના નવા ઘાટીલા ગામની સીમમાં રહેતા બે ખેતમજુર પરિવાર વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં તમારો દિકરો મારી દિકરી સાથે ઝગડો કેમ કરે છે તેમ કહી યુવાન પર દાંતરડાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી મહેંદ્રભાઇ શંકરભાઇ રાઠવા (ઉ.વ.૪૦, રહે.ગામ.ઉશેલા રોયણી, ફળીયુ તા.કવાંટ, જી.છોટાઉદેપુર, હાલ રહે,નવા ઘાટીલા ગામની સીમ વલ્લભભાઇ પટેલની વાડીમા, તા.હળવદ) વાળાએ આરોપી સુમનભાઇ શંકરભાઇ રાઠવા (રહે.ગામ.ઉશેલા રોયણી ફળીયુ તા.કવાંટ, છોટાઉદેપુર હાલ રહે,નવા ઘાટીલા ગામની સીમ વલ્લભભાઇ પટેલની વાડીમા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૬ ના રોજ નવા ઘાટીલા ગામની સીમ વલ્લભભાઇ પટેલની વાડીમા બનેલા આ બનાવમાં ફરીયાદીને આરોપીએ જણાવેલ કે તમારો દિકરો મારી દિકરી સાથે ઝગડો કરે છે .જે બાબતે ફરીયાદીને ગાળો આપી દાતરડાથી ફરીયાદીને માથામા તથા પેટના ભાગે તથા શરીરે જુદી જુદી જગ્યાએ ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text