વાંકાનેર : કોરોના અંગેની તકેદારીનું એનાઉન્સમેન્ટ ચાલુ રાખવા અપીલ

- text


વાંકાનેર : વાંકાનેરના ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડાયરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જાહેર રોડ-રસ્તા રેસીડેન્સીયલ વિસ્તારમાં કોરોના અંગેની તકેદારીનું એનાઉન્સમેન્ટ ચાલુ રાખવાની અપીલ કરવામાં આવેલ છે.

- text

સુરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે વિસ્તાર ગ્રીન કે ઓરેંજ ઝોનમાં આવે છે ત્યાં દરેક પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. જે વ્યાજબી છે પરંતુ જે તે વિસ્તારની પોલીસને સુચના આપવામાં આવે કે પોલીસ વાનમાં પેટ્રોલિંગ સતત ચાલુ રાખે અને સતત એનાઉન્સમેન્ટ પણ ચાલુ રાખે. તેમજ હરતી-ફરતી જનતાને સોસિયલ ડીસ્ટન્સનુ તથા માસ્ક લગાવવાનુ અને વારંવાર સાબુથી હાથ ધોવાની સુચના આપવામાં આવે અને લોકો ક્યાંય પણ ટોળાના રૂપે ન ભેગા થાય તેવા પગલાં લેવામાં આવે. કારણ કે ગ્રીન ઝોનમાં બહાર નીકળવાની અને બજારમાં ખરીદી કરવાની છુટ મળી છે. એટલે લોકો જાણે કોરોના વાયરસ જતો રહ્યો છે. તે રીતે વર્તી રહ્યા છે. આથી, પોલીસ સતત વાનમાં માઈક દ્વારા કોરોના અંગે તકેદારીની સુચના આપ્યા રાખે તે માટે અનુરોધ કરવામાં આવેલ છે.

- text