મોરબી : ઘોડીપાસાનો જુગાર રમતા 14 ઝડપાયા

- text


મોરબી : મોરબીના ખાટકીવાસમાં ઘોડીપાસાનો જુગાર રમતા 14 ઇસમોને રોકડા રૂ. 2,01,500 તથા મોબાઇલ ફોન નંગ 14, કિ.રૂ. 56,500ના મળી કુલ રૂ. 2,58,000ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.

આજે તા. 2 મેના રોજ એલ.સી.બી.ને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબીના ખાટકીવાસમાં રહેતા આરોપી હનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઇ મેમણ પોતાના ઢોર બાંધવાના વાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની મળેલ હકિકત આધારે તેના વાડાની ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરી હતી. જેમાં કુલ 14 ઇસમોને રોકડા રૂ. 2,01,500, ઘોડીપાસના પાસા નંગ 12 તથા મોબાઇલ ફોન નંગ 14, કિ.રૂ. 56,500ના મળી કુલ રૂ. 2,58,500ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. આ બનાવમાં હનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઇ, શોકત નુરમહમંદભાઇ કાથરોટીયા, નવાઝ ઇકબાલભાઇ લાખા, હુશેન અલીભાઇ કાથરોટીયા, યાસીન રજાકભાઇ બકાલી, મહમદરફીક ગફારભાઇ કટારીયા, અહેમદ યુસુફભાઇ ચૌહાણ, હુશેન ઇકબાલભાઇ લાખા, કિશન દિલીપભાઇ કાનાબાર, હુશેન અલારખાભાઇ શેખ, અલીમહમદ તારમહમદભાઇ જુનાણી, બોદુભાઇ બાલાભાઇ ચૌહાણ, ગુલામ હનીફભાઇ મોવર તથા ઇરફાન વલીભાઇ તરકવાડીયા (રહે. બધા મોરબી)ની અટકાયત કરવામાં આવેલ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text