મોરબીમાં સીસીટીવી મારફત રિક્ષામાં મુસાફરોની હેરફેર કરનાર રીક્ષા ચાલક ઝડપાયો

- text


મોરબી : કોરોના વાયરસને જડમૂળથી ઉખેડી ફેકવા માટે લોકડાઉન 3 મેં સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનમાં માત્ર આવશ્યક સેવાની છૂટ હોય અને અન્ય તમામ બિનજરૂરી સેવાઓ ઉપર સરકારે પ્રતિબંધ મુક્યો હોવા છતાં અમુક લોકો બિનજરૂરી સેવા ચાલુ રાખીને લોકડાઉનનો ભંગ કરતા હોવાથી મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનું કડકપણે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

- text

ખાનગી વાહન વ્યવહારની જોખમી પ્રવૃત્તિઓ અટકાવવા માટે એ ડિવિઝન પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી સેફર સીટી પ્રોજેકટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવેલા કેમરા મારફત સીસીટીવી સર્વલન્સ રૂમમાં પોલીસ સ્ટાફ દ્વારા મોનિટરીગ કરવામાં આવી રહ્યું છે અને શહેરના તમામ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર કરતા લોકો અને વાહન ચાલકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન આજે એક રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં પેસેન્જરો બેસાડીને લોકડાઉનનો ભંગ કરતા સીસીટીવી કેમરામાં ટ્રેસ થતા પોલીસે રીક્ષાના નંબર અને વાહન માલિકનું સરનામું મેળવીને તેને ઝડપી લીધો હતો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text