મહેન્દ્રગઢમાં દવાનો છંટકાવ કરી સેનેટાઈઝેશન કરાયું

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મહેન્દ્રગઢ (ફગશિયા) ગામમાં સરપંચ – ઉપસરપંચ સહિત ગ્રામપંચાયત ના સભ્યો દ્વારા શેરીઓ, પ્લોટ વિસ્તાર તથા મુખ્ય માર્ગો સહિત આખા ગામમાં તા. 6ના રોજ દવાનો છંટકાવ કરી સેનેટાઈઝેશન કરાયું હતું. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સાવચેતી અર્થે આ કાર્ય કરવામાં આવ્યું હતું.

- text