દરેક ગામની સાફ-સફાઈ ઉપર ગ્રામ પંચાયત જરૂરી પગલાં ભરે : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ

- text


મોરબી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. આ ભયાનક વાયરસને નાબુદ કરવા સમગ્ર દેશ લોકડાઉન છે અને સાફ-સફાઇ રાખવા માટે વારંવાર અલગ-અલગ માધ્યમોથી સુચના પણ આપવામાં આવે છે. આવામાં મોરબી જીલ્લામાંથી ગ્રામ્ય કક્ષાએ સરપંચો દ્વારા ગામમાં સાફ-સફાઇ કરાવવા અને દવા છંટકાવવા માટે કચેરીઓનો સંપર્ક કરવામાં આવે છે.

- text

ત્યારે જીલ્લા પંચાયત – મોરબીના પ્રમુખ કિશોરભાઇ પી. ચિખલીયા એ યાદીમાં જણાવેલ છે કે ગ્રામ પંચાયત સ્તરે પંચાયત ધારાની કલમ 99(1) મુજબ ગામની સાફ-સફાઇએ જે તે પંચાયતની જવાબદારી છે. જેથી, આવી અગત્યની જવાબદારી જે તે ગ્રામ પંચાયત જ કરે તેવી મોરબી જીલ્લાના તમામ ગામના સરપંચ/તલાટીને યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text