હળવદ : કડીયાણા ગામે પાણીના ટાંકામાં ડૂબી જતાં દાદા-પૌત્રના કરુણ મોત

- text


ફળિયામાં રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયેલા પૌત્રને બચાવવા જતા દાદાનું પણ મોત

મોરબી : હળવદ તાલુકાના કડીયાણા ગામે પાણીના ટાંકામાં ડૂબી જતાં દાદા-પૌત્રના કરુણ મોત નિપજ્યા હતા જેમાં ઘરના ફળિયામાં રમતા રમતા પૌત્ર પાણીના ટાંકામાં પડી જતા તેને બચાવવા જતા દાદાનું પણ ટાંકામાં ડૂબી જતાં મોત થયું હતું. આ કરુણ ઘટનાને પગલે નાના એવા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે

- text

આ કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામે પાણીના ટાંકામાં ડૂબી જતાં દાદા-પૌત્રના કરુણ મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભરવાડ પરિવારના બાબુ નવઘણ નામનો આશરે સવા ત્રણ વર્ષનો બાળક આજે તેના ઘરના ફળિયામાં રમતો હતો. ત્યારે રમતા રમતા આ બાળક ઘરના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાં પડી ગયો હતો. આથી પાણીના ટાંકામાં પડેલા બાળકને બચાવવા માટે તેના દાદા જગાભાઈ તેજાભાઈ (ઉ.વ.48) પણ પાણીના ટાંકામાં પડ્યા હતા. પણ અંતે બન્ને દાદા-પૌત્રના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુંણ મોત નિપજ્યા હતા. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે પોલીસને નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text