માળિયાના જુના ઘાટીલામાંથી રૂ. 71 હજારની રોકડ સાથે છ શખ્સો પકડાયા

- text


માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ દ્વારા જુના ઘાટીલામાંથી રૂ. 71 હજારથી વધુ રકમ સાથે છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

- text

માળીયા (મી.) પોલીસ દ્વારા ગઈકાલે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુના ઘાટીલા ગામના ઉગમણા ઝાંપા પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આરોપી હિતેન્દ્ર ધરમશીભાઈ વિડજા, દિનેશ પોલજીભાઈ જસાપરા, કાંતિલાલ મગનભાઈ વિડજા, નરેન્દ્ર નાથાલાલભાઈ વિડજા, અશ્વિનભાઈ ઉર્ફે કાનાભાઇ મનજીભાઇ વિડજા તથા રમેશ રામજીભાઈ વિડજા (રહે. બધા જુના ઘાટિલા, તા. માળીયા (મી.), જી. મોરબી)ને રોકડ રકમ રૂ. 71,290 સાથે ગંજી પત્તાના પાના રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

- text