મોરબીના લાયસન્સનગરમાં હોળી વખતે અનિચ્છનીય ઘટના નિવારવા પોલીસ બંદોબસ્તની માંગ

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા લાયસન્સનગરમાં હોળી વખતે અનિચ્છનીય ઘટના નિવારવા પોલીસ બંદોબસ્તની માંગ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. જે. ચૌધરીને કરવામાં આવી છે.

- text

મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ લાયસન્સનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 9 માર્ચના રોજ હોળીના તહેવાર નિમિત્તે હોળી પ્રગટાવી હિન્દુઓ અને મુસલમાનો આ તહેવારની સાથે મળી ઉજવણી કરશે. તે સમયે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બે કલાક માટે પોલીસ બંદોબસ્ત આપવાની માંગ કરવામાં આવી છે. જે માટે હોળીના આયોજક અબ્દુલભાઇ બુખારી દ્વારા તા. 9ના રોજ રાત્રે 9 થી 11 કલાક સુધી શનાળા બાયપાસ, લાયસન્સનગર મેઈન રોડ, દશામાંના મંદિર પાસે પોલીસ બંદોબસ્ત આપવાની અપીલ સીટી એ ડિવિઝન પી.આઈ.ને કરવામાં આવી છે.

- text