મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન

- text


મોરબી : ‘મારુ મોરબી, સ્વચ્છ મોરબી’ સૂત્ર હેઠળ કાર્યરત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન આપવામાં આવે છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિમાં જોડાઈને 200થી વધુ સભ્યો મોરબીને સ્વચ્છ બનાવવા માટે કમર કસી રહ્યા છે.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે 23 ફેબ્રુઆરીના રોજ રવિવારે સવારે 6-30 કલાકથી ગાંધી ચોક, સિવિલ હોસ્પિટલ તથા નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન આદરવામાં આવશે. વધુ માહિતી માટે અથવા આ અભિયાનમાં જોડાવા માટે 97277 70271 તથા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.

- text