હળવદ : જુના દેવળીયા ગામની સીમમાંથી ૧૦૯ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


આરોપી ઇંગ્લીશ અને દેશી દારૂ એમ બંનેનો વેપલો કરતો હોવાનું ખૂલ્યું : રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો ૫૩૫ લીટર આથો ઝડપી લેતી જિલ્લા એલ.સી.બી પોલીસ

હળવદ : આજ રોજ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમ વિસ્તારમાંથી મોરબી જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસ દ્વારા એક આરોપીને ૧૦૯ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આરોપીની વધુ પૂછપરછ કરાતા તેના રહેણાંક મકાનમાંથી પણ દેશી દારૂ બનાવવાનો ૫૩૫ લિટર આથો હતો, તે ઝડપી લેવાયો હતો. પોલીસ દ્વારા કુલ રૂપિયા ૩૩,૭૭૦ના મુદ્દામાલ સાથે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતો શખ્સ ઇંગ્લીશ અને દેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી, એલસીબી સ્ટાફના વિક્રમસિંહ બોરાણા સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગામની સીમમાં આવેલ પ્રતાપગઢ જવાના કાચા રસ્તે ખેતરના શેઢમાં સંતાડેલો ૧૦૯ બોટલ ઈગ્લીસ દારૂ ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા આરોપી વિપુલ ઉર્ફે ભૂરો દિનેશભાઈ મકવાણા રહે હાલ જુનાદેવળીયા વાળાને ઝડપી લઇ વધુ પૂછપરછ કરી તપાસ કરાતા આરોપીના રહેણાંક મકાનેથી પણ દેશી દારૂનો ૫૩૫ લિટર આથો મળી આવ્યો હતો. જેથી, પોલીસ દ્વારા રૂપિયા ૩૩,૭૭૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો કોણ આપી ગયું? કોને આપવાનો હતો? હજુ આની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે? તેમ સહિતની તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં જિલ્લા એલ.સી.બી ના વી.બી જાડેજા, પોલાભાઈ ખાંભરા, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, દિલીપભાઈ ચૌધરી, ફતેસિંહ પરમાર, રણવીરસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા.

- text