મોરબી : પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કમિટીની માહિતી સાર્વજનિક કરવાની માંગ

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કમિટી સાર્વજનિક કરવા અંગે માહિતી આપવા માંગ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ )ની કચેરી ખાતે માંગ કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણવ્યા અનુસાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત રચવામાં આવેલ કમિટી સાર્વજનિક કરવા અંગે અગાઉ કરવામાં આવેલી રજૂઆતનો પ્રત્યુત્તર આપતા પત્રમાં આપવામાં આવેલ માહિતી માગેલ માહિતી મુજબની નથી તો નીચે મુજબની માહિતી આપવા વિનંતી કરવામાં આવી છે.

(૧) આપે આપેલ વીમા કપનીના પ્રતિનિધિઓની શૈક્ષણિક લાયકાત જણાવેલ નથી અને તે લાયકાત સરકારના નક્કી કરેલ ધોરણ મુજબની છે કે નથી તે જણાવેલ નથી.

(૨) આપે ફક્ક્ત ૦૯-૦૯-૨૦૧૬ ન સરકયુલર જોડેલ છે. પરંતુ કમિટીના સભ્યોના નામ તેમજ મોબાઈલ નંબર પણ આપેલ નથી. જે પણ આપવા વિનતિ.

(૩) આપની પાસે અમો એ જિલ્લા લેવલ કમિટીની સભ્યો નામ તેમજ મોબાઇલ નંબર તેમજ તાલુકા કક્ષાની કમિટી સભ્યોના નામ તેમજ મોબાઇલ નંબર તેમજ ગ્રામય કક્ષાની કમિટીના સભ્યોના નામ તેમજ મોબાઇલ નંબરો માંગેલ હતા આપેલ નથી. જે આપવા વિનતિ.

(૪) વીમા નુકશાન સર્વેના રોજકામની નકલ જે તે ગ્રામ પંચાયત તેમજ ખેડૂતો ને આપેલ હોય તો જે તે ગ્રામ પંચાત તથા જે તે ખેડૂતો ના નામ તેમજ મોબાઇલ નંબર આપવા વિનતિ. અને જો ન આપેલ હોય તો અમોને આપવા વિનંતી.

- text

(૫) આ ઉપરાંત ખેડૂતો દ્વારા કરવામાં આવેલ અરજી તેમજ ત્યાર બાદ વીમા કંપની દ્વારા કરવામાં આવેલ સર્વેની તારીખ વાર સાથે માહિતી આપવા વિનતિ.

ઉપરોકત બાબતે જો દિવસ ૧૦માં જરૂરી યોગ્ય માહિતી નહીં મળે તો સમગ્ર જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે, તેવું રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.

- text