મોરબીમાં વલ્લભ દેશી ઘી માટે મહેક એજન્સીની નિમણૂક કરાઈ

- text


મોરબી : મુંબઈની ફેબલ ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લિ. દ્વારા મોરબીમાં વલ્લભ દેશી ઘીના અધિકૃત ડીલર તરીકે મોરબીના જાણીતા રફિકભાઈ મીનીવાડીયાની મહેક એજન્સીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે ગત તા. 16ના રોજ દશા શ્રીમાળી ભોજન શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અનિલભાઈ દવે, દીપકભાઈ કોઠારી તથા કંપનીના સેલ્સ મેનેજર ભાવેશ સહિતના કર્મચારીઓ રાજકોટથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં મોરબી કરીયાણા એસોસિયેશનના પ્રમુખ રસિકલાલ તથા પૂર્વ પ્રમુખ વિનોદભાઈ પુજારા સહિતના અગ્રણીઓ દ્વારા મહેક એજન્સી પ્રોપરાઇટર રફિકભાઈનું સન્માન કરી નવા સાહસ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સહકારની ખાતરી આપવામાં આવી હતી.

- text