મોરબી : માધપરવાડી કુમાર પ્રા. શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે પોતાની આગવી શૈલીમાં વ્યસનની શારીરિક અસરો, સમાજમાં વ્યસનનું પ્રમાણ વગેરે મુદ્દા પર ચિત્રો દોર્યા

મોરબી : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ધોરણ- ૬ થી ૮ ના કુલ ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે પોતાની આગવી શૈલીમાં વ્યસનની શારીરિક અસરો, સમાજમાં વ્યસનનું પ્રમાણ વગેરે મુદ્દા પર વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા હતાં.

- text

જેમાં વિદ્યાર્થીનીઓએ વ્યસન મુક્તિ નાં સંદેશ આપતા ખૂબ જ અદભૂત ચિત્રો દોર્યા હતા, ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફ અને એસ એમ સી સભ્યો દ્વારા બાળકોને વ્યસન જીદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text