મોરબી જિલ્લા દલિત- મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ખાનગીકરણના વિરોધમાં કલેક્ટરને આવેદન

- text


મોરબી : મોરબી જિલ્લા દલિત- મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર રેલવે, એરપોર્ટ, એર ઇન્ડિયા અને એલઆઇસીને ખાનગી કંપનીઓને વેચી રહી છે. આ તમામ એકમોએ ભૂતકાળમાં સરકારને કમાણી કરીને આપી જ છે. જો સરકાર ધારે તો તેને સરખી રીતે ચલાવીને આવક મેળવી શકે તેમ છે. તેમ છતાં આ એકમોને ખાનગી કંપનીઓને વેચી દેવા અયોગ્ય હોવાનું જણાવાયું હતું.

- text