મોરબીમાં કારખાનાના ક્વાર્ટરમાં રહેતો તરૂણ લાપતા

- text


મોરબી : મોરબી નજીક માળિયા હાઇવે ઉપર અમરનગર પાસે આવેલ કોજી સેનેટરી વેર કારખાનામાં ક્વાર્ટરમાં રહેતો સૂરજ કુમાર નામનો 15 વર્ષનો તરૂણ લાપતા બન્યો છે. આ તરૂણ મૂળ ગોરખપુર ( ઉત્તરપ્રદેશ)નો વતની હતો. અહીં તે પોતાના મોટા ભાઈ અચ્છેલાલ સાથે રહેતો હતો. આ મામલે અચ્છેલાલે બી ડિવિઝન પોલીસને લેખિત જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કોઈને આ તરૂણ ક્યાંય જોવા મળે અથવા તો તેને લગતી વિગત જાણવા મળે તો મો.નં. 8208048259 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text