ટંકારા પંથકની મહેમાનગતિ માણતા કૃભકોના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના હોદેદારો

- text


ટંકારા : ટંકારા પંથકના યુવા ઉધોગપતિ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ.વાળા જગદીશભાઈ પનારા, દેવેન્દ્રભાઈ પનારા અને હિતેષભાઈ ગાંધીની મહેમાનગતી માણવા દિલ્હી સ્થિત કૃભકોના ચેરમેન ચન્દ્રપાલસિંહ યાદવ, વાઈસ ચેરમેન સુધાકર ચૌધરી કૃભકો માર્કેટ યાર્ડના ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, ડાયરેક્ટર પરેશભાઈ પટેલ, ઈફકો અને ગુજકોના દિલિપ સંઘાણી, રાજ બેન્કના ચેરમેન કમલભાઈ ધામી પહોંચ્યા હતા. આ સાથે રાજકીય અગ્રણીઓએ પણ લખધીરગઢ ખાતે ટુકુ રોકાણ કર્યું હતું અને પનારા બંધુ સાથે વાર્તાલાપ કર્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ કૃભકોની ચુંટણી યોજાઇ હતી. જેમા મગનભાઈ વડાવિયાનો ભવ્ય વિજય થયો હતો. તેઓ યુવા ઉધોગપતિ જગદીશ પનારાના અંગત મિત્ર તેમજ પારીવારીક સંબંધ ધરાવે છે. જેથી લખધીરગઢ સ્થિત બાલાજી ફેક્ટરી ખાતે તેઓએ તેમની ટિમ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

- text