ચીનથી મોરબી આવેલા 22 લોકોના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવતા રાહતનો શ્વાસ

- text


14 દિવસ સુધી આરોગ્ય કાર્યકરોની દેખરેખ હેઠળ રાખ્યા બાદ જરૂર જણાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ રૂમમાં સારવારની વ્યવસ્થા કરાઈ

મોરબી : ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ખાસ કરીને ચીનથી 22 લોકો મોરબીમાં પરત આવ્યા છે ત્યારે આ લોકોમાં કોરોના વાયરસ ફેલાયો છે કે કેમ તેની ચકાસણી કરવામાં મોરબી આરોગ્ય ટીમે જરૂરી મેડિકલ તપાસ હાથ ધરાઈ છે. ચીનથી મોરબી આવેલા આ તમામ લોકોનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં હજુ સુધી આ એકપણ વ્યક્તિને કોરોના વાયરસની અસર ન થઈ હોવાનું બહાર આવ્યું છે.

ચાઇનામાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે મોરબીમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબીમાં અત્યાર સુધીમાં 18 જેટલા લોકો ચીનથી પરત આવેલ છે. જેમાં ચીનના 3 નાગરિકો અને મોરબીના 15 નાગરિકોનો સમાવેશ થાય છે .આ તમામ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાયરસને લઈને મોરબી જીલ્લામાં કોઈ અસરગ્રસ્ત લોકો જોવા મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેલ છે. જેમાં ચીનથી અસંખ્ય ટેક્નિશનયનો આવતા હોય છે. ચીનથી આવતા તમામ લોકોનું આરોગ્ય વિભાગ સ્કેનિંગ કરી રહ્યું છે. જો કે આ લોકોની મેડિકલ તપાસમાં કઈ વાંધાજનક લક્ષણો દેખાયા નથી. તેથી, તંત્રએ રાહતનો દમ લીધો છે. 18 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે.

જો કે ચીન અને ભારતમાં એરપોર્ટ ખાતે ચેકિંગ કરાયા બાદ સાવચેતીના ભાગરૂપે 18 લોકોનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મેડિકલ ટીમ અને આરોગ્ય કાર્યકરો દ્વારા 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રખાઈ છે. જેમાં શરદી ઉધરસ થાય છે કે કેમ તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સુસજ્જ રખાયો છે.

- text

આજે વધુ ચાઈનાથી બે ચીનના અને બે વાંકાનેરના મળીને ચાર લોકો આવ્યા હતા. જેનું પણ મેડિકલ પરીક્ષણ હાથ ધરાયુ છે. આ મામલે આરોગ્ય અધિકારી ડો.ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે ચીનથી મોરબી આવેલા તમામ લોકોની મેડિકલ ચકાસણી થઈ ગઈ છે. જો કે હજુ સુધી કોઈને આ મહામારી રોગની અસર થઈ નથી. એટલે મોરબી જિલ્લામાં એકંદરે શાંતિ છે.

- text