મોરબીમાં યુવાન ઉપર છરીથી હુમલો કરી રૂ. ૭૦૦૦ની લૂંટ ચલાવાઈ

- text


રસ્તા અંગે પૂછવાના બહાને ઉભો રાખી ત્રણ લૂંટારુઓ લૂંટ ચાલવીને ઇકો કારમાં નાસી છૂટ્યા

મોરબી : મોરબીના લખધીર પુર રોડ ઉપર ગઈકાલે એક યુવાનને રસ્તા અંગે પૂછવાના બહાને ઉભો રાખી ત્રણ લૂંટારુઓ તેને છરીના ઘા ઝીકી રૂ. ૭૦૦૦ના મુદામાલની લૂંટ ચલાવીને ઇકો કારમાં નાસી છૂટ્યા હતા. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેણે આ બનાવની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ત્રણેય લૂંટારુઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ બિહારનો વતની અને હાલ મોરબીના લખઘીરપુર રોડ ઉપર આવેલ હરીકોલ કોલસાના ડેલામાં રહેતો અને ડ્રાઇવીગનો વ્યવસાય કરતા સંજયકુમાર સુરેશભાઇ પાસવાન જાતે દુસાદ ઉ.વ ૩૧ નામનો યુવાન ગઈકાલ ૨૮ના રોજ મોરબી લગધીરપુર ગામનો રોડ સુજલોન સીરામીક સામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઇકો કાર નંબર GJ-36-L-6744 વાળીમાં ગાંગુલી તથાજીગો તેમજ રંજો નામના ત્રણ શખ્સો ત્યાં આવીને ઘુંટુ જવાના રસ્તા અંગે પુછીને યુવાનને રોક્યો હતો. બાદમાં આ ત્રણેય શખ્સોએ લૂંટ કરવાના ઇરાદે યુવાનને પકડો રાખી ઢીકાપાટુનો માર મારતા તેણે ભાગી જવાની કોશિશ કરી હતી. પણ ત્રણેય શખ્સોએ યુવાનને ભય બતાવી છરી વતી ડાબી બાજુ પેટમાં તથા ડાબા પગના સાથળમાં બે ઘા મારી યુવાનના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.૨૦૦૦ તથા રેડમી કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૦૦૦ની લુંટ કરી ઇકો કારમાં નાશી છૂટ્યા હતા. બાદમાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે ત્રણ શખ્સો સામે છરીથી હુમલો કરી લૂંટ ચલાવી હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે લૂંટ અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text