મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે સત્યમ પાનવાળી શેરીમાં સફાઈ અભિયાન

- text


મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન આપવામાં આવે છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિમાં 200થી વધુ સભ્યો જોડાયેલા છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે 19 જાન્યુઆરીના રોજ રવિવારે સવારે 6-30 કલાકે સત્યમ પાનવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ ખાતે સફાઈ અભિયાન આદરવામાં આવશે. આ રવિવારે સમિતિની સાથે ઋષિવંશી સમાજ સેવા સંઘ જોડાશે. વધુ માહિતી માટે અથવા આ અભિયાનમાં જોડાવા માટે 97277 70271 તથા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.

- text